Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

ચીને બનાવેલી વેક્સિનની ટ્રાયલ માટે બલીનો બોકળો બનવા પાકિસ્તાન તૈયાર થયું : પોતાના નાગરિકો ઉપર અખતરો કરવા મંજૂરી આપી

ઇસ્લામાબાદ : જે દેશ ઉપર કોઈ ભરોસો નથી કરતું તેવા ચીન દેશે કોરોના વાઇરસ હટાવવા માટે તૈયાર કરેલી વેક્સિનની મનુષ્યો ઉપર અજમાયશ કરવા દેવા પાકિસ્તાન તૈયાર થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આગામી 3 મહિના દરમિયાન આ વેક્સિનનું પરીક્ષણ પાકિસ્તાનના નાગરિકો ઉપર  કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચીને બનાવેલા માસ્ક સહિતના ઉપકરણો  વિદેશોમાં મોકલાયા હતા જે નાકામિયાબ નીવડ્યા હતા.તથા તે પરત ધકેલી દેવાયા હતા.તેવા સંજોગોમાં પોતાના દેશના મનુષ્યો ઉપર વેક્સિનનું પરીક્ષણ કરવા દેવાની મંજૂરી બલિનો બોકળો બનવા સમાન ગણાય તેવું મોટા ભાગના લોકોનું મંતવ્ય હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:04 pm IST)