Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

'' ધ રોઝ '' : વીમો નહીં ધરાવતી મહિલાઓને વિના મૂલ્યે મેમોગ્રામ સ્ક્રિનીંગ કરાવી આપતી નોનપ્રોફિટ સંસ્થા : યુ.એસ.ના હયુસ્ટનમાં ૨૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાયેલા હેલ્થફેરનો ૨૧ મહિલાઓએ લાભ લીધો

યુ.એસ.માં મેડિકલેમ નહીં ધરાવતી મહિલાઓને વિના મૂલ્યે મેમોગ્રામ સ્ક્રિનીંગની સુવિધા આપતા નોનપ્રોફિટ '' ધ રોઝ '' ના ઉપક્રમે ઇન્ડીયન મુસ્લિમ એશોશિએશન ઓફ ગ્રેટર હયુસ્ટન તથા ઇન્ડો અમેરિકન કેન્સર અવેરનેસ નેટવર્ક સાથેના સયુકત સહકારથી ૨૧ એપ્રિલ ૨૦૧૮ ના રોજ હેલ્થફેર યોજાઇ ગયો.

ચાઇના ટાઉનમાં આવેલી આલ્ટસ હયુસ્ટન હોસ્પિટલમાં યોજાયેલા આ કેમ્યનો ૨૧ મહિલાઓએ લાભ લીધો હતો.

તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:08 pm IST)