Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ભારતમાં વસતા અમેરિકનોના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર રદ કરોઃ અમેરિકામાં H-1B વીઝાધારક ભારતીયોના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર પાછો ખેંચાવાની શક્‍યતા વિરૂધ્‍ધ કર્ણાટકના ચિફ મિનીસ્‍ટર સિધ્‍ધારમૈયાહનો પ્રતિભાવ

બેંગલોરઃ યુ.એસ.માં વસતા ણ્‍-૧ગ્‍ વીઝા ધારક ઇન્‍ડિયન અમેરિકનોના જીવનસાથીઓ ણ્‍-૪ વીઝાધારકોને ૨૦૧૫ની સાલમાં પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ આપેલો કામ કરવાનો અધિકાર વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં રદ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તેવા સંજોગોમાં ભારતના કર્ણાટકના કોંગ્રેસી ચિફ મિનીસ્‍ટર શ્રી સિધ્‍ધારમૈયાએ બેંગલોરમાં વસતા અમેરિકાના કર્મચારીઓના જીવનસાથઆનો પણ કામ કરવાનો અધિકાર પરત ખેંચી લેવો જોઇએ તેવું સૂચન કર્યુ છે જે બાબતે તેમણે વિદેશ મંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજને આ અંગે જાણ કરી યોગ્‍ય કાર્યવાહી કરવા જણાવ્‍યું હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:41 pm IST)