Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

‘‘નેશનલ એકશન નેટવર્ક (NAN)'': યુ.એસ.માં વંચિતોના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ ૧૮ થી ૨૨ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ન્‍યુયોર્ક મુકામે મળેલા રાષ્‍ટ્રિય અધિવેશનમાં ગવર્નર, કોંગ્રેસમેન, સેનેટર, ઉપરાંત સાઉથ એશિઅન કોમ્‍યુનીટી લીડર શ્રી દિલીપ ચૌહાણની ઉપસ્‍થિતિ

ન્‍યુયોર્કઃ તાજેતરમાં યુ.એસ.માં ટાઇમ્‍સ સ્‍કવેર શેર્ટેન, ન્‍યુયોર્ક મુકામે ૧૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન અલ શેર્ટેનના નેતૃત્‍વ પદ હેઠળ ‘નેશનલ એકશન નેટવર્ક (NAN)નું રાષ્‍ટ્રિય અધિવેશન યોજાઇ ગયું.

વંચિતોના પ્રશ્નોને વાચા આપવા છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંત સમયથી કાર્યરત તેમજ સામાજીક ક્રાંતિ લાવવામાં મહત્‍વનું યોગદાન આપી રહેલા NANના આ સંમેલનમાં NYS ગવર્નર, પૂર્વ ેએટર્ની જનરલ, કોંગ્રેસમેન, સેનેટર, સહિતના અગ્રણી મહાનુભાવોએ હાજરી આપી હતી. જે અંતર્ગત ૨૦૨૦ની સાલના અમેરિકાના પ્રેસિડન્‍ટ પદના સંભવિત ઉમેદવારે ઉદબોધન કર્યુ હતું. તથા સેનેટર કિર્સ્‍ટન ગિલબ્રાન્‍ડએ ગવર્મેન્‍ટ ફન્‍ડેડ ફુલ એમ્‍પલોયમેન્‍ટ પ્‍લાનને સમર્થન ઘોષિત કર્યુ હતું.

આ સંમેલનમાં સાઉથ એશિઅન કોમ્‍યુનીટી લીડર તથા પૂર્વ ડેપ્‍યુટી કન્‍ટ્રોલર ઓફ માઇનોરીટી અફેર્સ ઇન્‍ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણએ હાજરી આપી હતી. તેવું શ્રી રોઝ ન્‍યુયોર્કની યાદીમાં જણાવાયું છે.

(12:39 am IST)