Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

દુનિયાના 82 દેશોની જેલોમાં 8 હજાર જેટલા ભારતીયો કેદી તરીકે જીવન વિતાવી રહ્યા છે : અડધા ઉપરાંત ભારતીય કેદીઓ ગલ્ફ દેશોની જેલમાં : સંસદમાં વિદેશ મંત્રાલયે આપેલી માહિતી

ન્યુદિલ્હી : વિદેશ મંત્રાલયે આજરોજ સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વના 82 દેશોમાં લગભગ 8000 ભારતીય કેદીઓ જીવન વિતાવી રહ્યા છે. તેમાંથી 4058 કેદીઓ છ ગલ્ફ દેશોમાં કેદ છે. આ દેશોમાં  ભારતીયો પરંપરાગત રીતે વધુ સારી તકો માટે આવે છે. એમઇએ અનુસાર 267 ભારતીય કેદીઓ યુ.એસ. અને 373 યુકેમાં કેદ છે. અગિયાર દેશોની જેલોમાં 100 થી વધુ ભારતીય છે.

 સાઉદી અરેબિયામાં સૌથી વધુ અપરાધીઓ છે, જેમાં 1570 કેદીઓ છે. તે પછી સંયુક્ત આરબ અમીરાત છે, જેમાં 1292 ભારતીય કેદીઓ છે. વિદેશ મંત્રાલયના રેકોર્ડ અનુસાર કુવૈતમાં 460 , કતારમાં  439, બહિરીનમાં 178 ,ઈરાનમાં 70 ,અને ઓમાનમાં49 ભારતીય કેદ છે.

આ સિવાય નેપા886 ,ત્યારબાદ પાકિસ્તાનમાં 524 , ચીન 157 ,બાંગ્લાદેશ 123 , ભૂટાન 91 , શ્રીલંકા 67 ,અને મ્યાનમારમાં 65 ભારતીય કેદીઓ છે. રસપ્રદ વાત એ છે કે એમઇએ અનુસાર અફઘાનિસ્તાનમાં કોઈ ભારતીય કેદી નથી. મલેશિયામાં 409, સિંગાપોરમાં 71 ભારતીય કેદીઓ છે. ફિલિપાઇન્સમાં 41 , ભારતીય કેદીઓ છે જ્યારે થાઇલેન્ડની જેલમાં 23 અને ઇન્ડોનેશિયામાં  20 ભારતીયો જેલમાં જીવન વિતાવી રહ્યા છે .તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:20 pm IST)