Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

શિકાગોમાં ભારતના CAA તથા માનવ અધિકારની ટીકા કરતો પ્રસ્તાવ કાઉન્સિલે ફગાવ્યો : આ બઘી બાબતો બિડન સરકારે નક્કી કરવાની છે : શિકાગો નગર પરિષદને તેની સાથે કંઈ લેવાદેવા નથી : ઇન્ડિયન અમેરિકન ડો.ભરત બરાઈએ પરિષદના નિર્ણયને વધાવ્યો

શિકાગો : શિકાગોમાં એન્ટી ઇન્ડિયા લોબી તથા ઇસ્લામિક સંગઠનના પીઠબળથી એક કાઉન્સિલરે  ભારતના CAA તથા માનવ અધિકારની ટીકા કરતો પ્રસ્તાવ કાઉન્સિલમાં રજૂ કર્યો હતો. જેને 16 વિરુદ્ધ 26 ની પ્રચંડ બહુમતીથી ફગાવી દેવાયો હતો.

શિકાગો મેયરે જણાવ્યું હતું કે આ બધી બાબતો બિડન સરકારે નક્કી કરવાની છે.શિકાગો નગરે નહીં. તેમણે ઉમેર્યું હતું કે શિકાગો નગર પરિષદને આ પ્રસ્તાવ સાથે કશી લેવાદેવા નથી.

ઇન્ડિયન અમેરિકન ડો.ભરત બરાઈએ નગર પરિષદના નિર્ણયને વધાવ્યો હતો.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)