Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

બાળકો તથા સગીર બાળાઓને સોશિઅલ મીડિયાના માધ્યમથી સેક્સ માટે ઉશ્કેર્યા : યુ.કે.સ્થિત ભારતીય મૂળના આધેડને 6 સાલની કેદ

લંડન  : યુ.કે.માં 2017 થી 2018 ની સાલ દરમિયાન બાળકો તથા સગીર બાળાઓને સોશિઅલ મીડિયાના માધ્યમથી સેક્સ માટે ઉશ્કેરવા બદલ યુ.કે.સ્થિત ભારતીય મૂળના આધેડ 47 વર્ષીય વાલ્મિકી રામપ્રસાદને 6 સાલની કેદ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેણે 26 જેટલા 13 થી 15 વર્ષની ઉંમરના બાળકો તથા સગીર બાલિકાઓને  ઓનલાઇન માધ્યમ દ્વારા સેક્સ માટે ઉશ્કેરવાનું કૃત્ય કર્યું હતું.જે અંગે સગીર બાલિકાઓએ પોલીસને જાણ કરતા તેનો ભાંડો ફૂટી ગયા હતો.તથા તે મુદામાલ સાથે ઝડપાઇ ગયો હતો જેમાં સેક્સ માટે ઉશ્કેરતા લખાણો મળી આવ્યા હતા.

 

(1:29 pm IST)