Gujarati News

Gujarati News

News of Thursday, 25th January 2018

યુ.એસ.ના ન્‍યુર્યોકમાં ૩૦ જાન્‍યુ.ના રોજ મહાત્‍મા ગાંધીની ૭૦મી પૂણ્‍યતિથિ ઉજવાશેઃ કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા તથા ભારતીય વિદ્યાભવન USAના સંયુક્‍ત ઉપક્રમે કરાયેલુ આયોજન

કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા ન્‍યુયોર્ક તથા ભારતીય વિદ્યા ભવન USAના સંયુક્‍ત ઉપક્રમે ૩૦ જાન્‍યુ ૨૦૧૮ મંગળવારના રોજ મહાત્‍મા ગાંધીની ૭૦મી પૂણ્‍યતિથિ ઉજવાશે જેનો સમય સાંજે ૫-૩૦ થી ૬ વાગ્‍યા સુધીનો રહેશે.

ભારતીય વિદ્યાભવન, ૩૦૫, ૭મો એવન્‍યુ, ૧૭મો ફલોર, (૨૭ તથા ૨૮મી સ્‍ટ્રીટ વચ્‍ચે) ન્‍યુયોર્ક મુકામે યોજાનાર આ પ્રોગ્રામમાં સહુને પધારવા ભારતીય વિદ્યાભવન દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

(10:55 pm IST)