Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

અમેરિકાની ''નેશનલ એકેડમી ઓફ ઇન્વેન્ટર્સ''માં ફેલો તરીકે ચૂંટાઇ આવતા ૧ ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન્સ

વોશીંગ્ટનઃ અમેરિકામાં જીવન સુધારણા, આર્થિક વિકાસ, તથા સોસાયટી વેલ્ફેર માટે મહત્વનું યોગદાન આપવા બદલ ''નેશનલ એકેડેમી ઓફ ઇન્વેન્ટર્સ ફેલો'' તરીકે ચૂંટાઇ આવેલા લોકોની ૩ ડિસેં.ના રોજ જાહેર કરાયેલી યાદીમાં એક ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન તથા સાઉથ અમેરિકન નાગરિકોએ સ્થાન મેળવ્યું છે.

નવનિયુકત ફેલો તરીકે ચૂંટાઇ આવેલા આ ઇન્ડિયન/સાઉથ અમેરિકન મહાનુભાવોમાં શ્રી સુબ્રમણીયમ અનંથન, શ્રી નિર્વાણ અનસારી, શ્રી આર્દેશીર બલસારા, શ્રી તેજલ દેસાઇ, શ્રી રેણુકા ગૌરાપૂરા, સુશ્રી અનિતા મહાદેવન, શ્રી સંજીત મિત્રા, સુશ્રી પ્રિયાબ્રાતા મુખરજી, શ્રી સતીષ નાગરાજાહ, શ્રી માધવન નાયર સહિતનાઓનો સમાવેશ થાય છે.

ચૂંટાઇ આવેલા તમામ ફેલોને જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

 

(8:25 pm IST)