Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન સુશ્રી પ્રીતિ પટેલની વહારે : હોમ મિનિસ્ટરના નાતે પ્રીતિ પટેલે સ્ટાફ ઉપર જોહુકમી કર્યાના આરોપને વાહિયાત ગણાવ્યો : સુશ્રી પ્રીતિ પટેલે પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી તથા પ્રેસિડન્ટનો આભાર માન્યો

લંડન : બ્રિટનના હોમ  મિનિસ્ટર ભારતીય મૂળના મહિલા સુશ્રી પ્રીતિ પટેલ વિવાદમાં ફસાયા હતા.દેશના હોમ મિનિસ્ટરના નાતે તેઓ પોતાના સ્ટાફ ઉપર જોહુકમી કરી રહ્યા હોવાનો તેમના ઉપર આરોપ હતો.

આ અંગે તપાસ થયા પછી તેઓ જોહુકમી કરી રહ્યા હોવાનું જણાયા છતાં  પ્રાઈમ  મિનિસ્ટર બોરિસ જોન્સને જણાવ્યું હતું કે હોમ મિનિસ્ટરનો કોઈ ઉપર જોહુકમી કરવાનો ઈરાદો હોઈ શકે નહીં.તેથી તેમને હોદા ઉપરથી ઉતારી પાડવાનો કોઈ સવાલ રહેતો નથી.

પ્રાઈમ મિનિસ્ટરના આ નિર્ણય બદલ સુશ્રી પ્રીતિ પટેલે તેમનો આભાર માન્યો હતો તથા જણાવ્યું હતું કે મારા સ્વભાવગત ક્યારેક ઉશ્કેરાટ થઇ જવા બદલ હું દિલગીર છું.

 

(2:25 pm IST)
  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • દિલ્હીમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 5246 કેસ નોંધાયા : વધુ 99 લોકોના સારવાર દરમિયાન મોત: કુલ કેસનો આંકડો 5,45,787 પહોંચ્યો access_time 11:57 pm IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST