Gujarati News

Gujarati News

News of Tuesday, 18th October 2022

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં શીખ અધિકારીની હત્યાનો આરોપી દોષિત : 27 સપ્ટેમ્બર, 2019 ના રોજ, ડ્યુટી પર હતા ત્યારે ઓચિંતો હુમલો કરી હત્યા કરવામાં આવી હતી : યુનિફોર્મ સાથે પાઘડી પહેરવાની મંજૂરી મળવાને કારણે ચર્ચામાં આવ્યા હતા

ન્યૂયોર્કઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં 2019ના ભારતીય મૂળના શીખ અમેરિકન ઓફિસર સંદીપ દહલીવાલની હત્યા કેસમાં અહીંની કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે.

હ્યુસ્ટનમાં હેરિસ કાઉન્ટીની ફોજદારી અદાલતના ન્યાયાધીશે રોબર્ટ સોલિસ, 50,ને દહલીવાલની હત્યા માટે દોષિતઠેરાવ્યો છે. 42 વર્ષીય દહલીવાલે 10 વર્ષ સુધી હેરિસ કાઉન્ટી શેરિફ ઓફિસમાં સેવા આપી હતી. 2015 માં, તે યુનિફોર્મ સાથે પાઘડી પહેરવાની મંજૂરી આપવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.

27 સપ્ટેમ્બર, 2019 ના રોજ, ડ્યુટી પર રહેલા દહલીવાલની ઓચિંતા હુમલામાં હત્યા કરવામાં આવી હતી. સોમવારે જ્યારે ન્યાયાધીશે ચુકાદો સંભળાવ્યો ત્યારે દહલીવાલનો પરિવાર પણ કોર્ટરૂમમાં હાજર હતો. જજે ચુકાદો સંભળાવતા 30 મિનિટથી ઓછો સમય લીધો હતો. સોલિસે પોતે પોતાના વકીલને હટાવીને કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેણે ન્યાયાધીશને કહ્યું, "તમે માનો છો કે હું હત્યા માટે દોષિત છું, હું માનું છું કે તમે મને મૃત્યુદંડની સજા કરશો." જજ ક્રિસ મોર્ટને ચુકાદો વાંચી સંભળાવ્યો અને સોલિસે માથું હલાવ્યું અને ચુકાદા માટે સંમત થયા. તેનો ચહેરો ભાવવિહીન હતો.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)