Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ભારતના 75 મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે AAPI ની અનોખી પહેલ : અમેરિકાના 75 શહેરોમાં બ્લડ ડોનેશન એન્ડ બોન મેરો ડ્રાઈવ અભિયાન શરૂ કર્યું : અમેરિકાના દર સાત દર્દીઓ પૈકી એક દર્દી AAPI ની સેવા મેળવી રહ્યો છે : અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) પ્રેસિડન્ટ ડો.અનુપમા ગોતિમુકુલા

શિકાગો : ભારતના 75 મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) એ અનોખી પહેલ કરતું અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ અમેરિકાના 75 શહેરોમાં બ્લડ ડોનેશન એન્ડ બોન મેરો ડ્રાઈવ અભિયાન શરૂ કર્યું છે. જે કોવિદ -19  વોરિયર્સનું સન્માન કરે છે

કોવિદ -19 ના હીરોઝના સન્માનમાં,  દેશભરમાં બ્લડ ડોનેશન ડ્રાઇવ્સ, બોન મેરો એન્ડ સ્ટેમ સેલ રજીસ્ટ્રેશનનો આરંભ અને આયોજન બદલ હું  સ્થાનિક એક ડઝન જેટલા AAPI ચેપ્ટર્સની આભારી છું, અને ભારત દેશની  સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે 75 શહેરોમાં નેશનલ AAPI બ્લડ ડોનેશન ડ્રાઇવ કરવાના પ્રયાસોમાં, ”યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી મોટી કોમ્યુનિટી સંસ્થા અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) ના પ્રયાસો અંગે સંસ્થાના પ્રેસિડન્ટ ડો. અનુપમા ગોતિમુકુલાએ જણાવ્યું હતું.

”ડો. ગોટીમુકુલાએ ઉમેર્યું હતું કે અમેરિકાના દર સાત દર્દીઓ પૈકી એક દર્દી AAPI ની સેવા મેળવી રહ્યો છે .

AAPI ના બ્લડ ડોનેશન ઇનિશિયેટિવના અધ્યક્ષ ડો.મેહર મેદાવરમના નેતૃત્વમાં 7 ઓગસ્ટના રોજ શિકાગોમાં બ્લડ ડ્રાઇવની લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “ઘણા શહેરો કે જેમાં જેમણે બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરાયું છે તેમાં ડેટન (OH) ઓકબ્રુક ગામ (IL)  રિજલેન્ડ, મિસિસિપી; ડલ્લાસ (Tx), રિજલેન્ડ (MS); અને કોલંબસ (SC) સહીત ડઝને જેટલા શહેરોનો સમાવેશ થાય છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:27 pm IST)