Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કોવિદ -19 મહામારી વચ્ચે પણ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવા આતુર : સપ્ટેમ્બર માસથી શરૂ થતા સેમિસ્ટરમાં 55 હજાર ભારતીય વિદ્યાર્થોઓને સ્ટુડન્ટ્સ વિઝા અપાયા : અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો

ન્યુદિલ્હી : કોવિદ -19 મહામારી વચ્ચે પણ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવાનો આતુર હોવાનું જાણવા મળે છે. સપ્ટેમ્બર માસથી શરૂ થતા સેમિસ્ટરમાં 55 હજાર ભારતીય વિદ્યાર્થોઓને સ્ટુડન્ટ્સ વિઝા આપવામાં આવ્યા છે . જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

ભારત ખાતે કામ કરતાં યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) મિશન ઓફ ઇન્ડિયાએ  સોમવારે જાહેર કર્યું હતું કે તેની એમ્બેસી કચેરી અને કોન્સ્યૂલેટ કચેરીઓએ 2021ના વર્ષમાં અત્યાર સુધી 55 હજાર ભારતીય વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરથી શરૂ થતાં સેમિસ્ટર માટે સ્ટુડન્ટ વીઝા આપ્યા હતા જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

સમગ્ર વિશ્વમાં કોવિડની મહામારી ફેલાયેલી હોવા છતાં અમે આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપ્યા છે  એમ મિશન દ્વારા બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.

અમારી એમ્બેસી કચેરી અને કોન્સ્યૂલેટ કચેરીઓના પ્રયાસો થકી અમે અત્યાર સુધી ભારતના 55000 વિદ્યાર્થીઓને અને એક્સચેંજ પ્રોગ્રામ અંતર્ગત અમેરિકા આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વીઝા ઇસ્યુ કર્યા હતા અને હજુ પણ દરરોજ વધુને વધુ વિદ્યાર્થીઓને વીઝા આપવાનું ચાલું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)