Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

કાબુલ ગુરુદ્વારામાં હજુ પણ 260 શીખો ફસાયેલા છે : 50 બાળકો અને 3 નવજાત શિશુઓ તથા મહિલાઓ સહીત 260 અફગાની શીખોને બહાર કાઢવામાં ભારત મદદ કરે : અમેરિકન શીખ સંગઠનની ભારતને અપીલ

યુ.એસ. : અમેરિકી શીખ સંગઠને અફઘાનિસ્તાનમાં ફસાયેલા શીખોને બહાર કાઢવામાં ભારત મદદ કરે તેવી અપીલ કરી છે. જેમાં જણાવાયા મુજબ કાબુલ સ્થિત ગુરુદ્વારામાં હજુ પણ 260 શીખો ફસાયેલા છે જેમાં 50 બાળકો અને 3 નવજાત શિશુઓ તથા મહિલાઓ સહીત 260 અફગાની શીખોનો સમાવેશ થાય છે. તેમને બહાર કાઢવામાં ભારત મદદ કરે .

અમેરિકન શીખ સંગઠને ઉમેર્યું હતું કે તાલિબાને દેશ ઉપર કબ્જો જમાવ્યા પછી હવે માત્ર ભારત જ અફઘાન શીખોને બહાર કાવામાં મદદ કરી રહ્યું  છે. આથી અમે અમેરિકા, કેનેડા ,પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, તાજિકિસ્તાન, ઈરાન અને યુનાઈટેડ કિંગડમ  સરકાર સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.
 

(11:04 am IST)