Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ભગતસિંહ ભારત તથા પાકિસ્‍તાન બંને માટે ‘હીરો'છેઃ ૮૭ વર્ષ પહેલા લાહોરમાં અપાયેલી ફાંસીની કોર્ટ વિગત સૌપ્રથમવાર પાકિસ્‍તાન સરકારે જનતા માટે ખુલ્લી મુકી

લાહોરઃ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ લાહોર મુકામે ફાંસીના ફંદે ચડાવાયેલ સ્‍વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ, તથા રાજયગુરૂના કેસની ફાઇલ પાકિસ્‍તાન સરકારે લોકોની જાણકારી માટે ખુલ્લી મુકી છે.

૮૭ વર્ષ પહેલા ચાલી રહેલી સ્‍વાતંત્ર્ય ચળવળ દરમિયાન બ્રિટીશ પોલીસ ઓફિસર જહોનપી સૌંદર્સની હત્‍યા કરવાનો આ ત્રણે સેનાનીઓ ઉપર આરોપ હતો.

આ કેસમાં ભગતસિંહે ૨૭ ઓગ.૧૯૩૦ના રોજ માંગેલી કોર્ટ ઓર્ડરની વિગત, ૩૧મે ૧૯૨૯ના રોજ પિતા સાથે મુલાકાત આપવા કરેલી અરજી જેલમાં છાપા વાંચવાની સગવડ માટે કરેલી અરજી તેમજ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંઘના પિતા સરદાર કિશનસિંઘે માંગેલા ભગતસિંહના ડેથ સર્ટિફીકેટ સહિતની વિગતો ખુલ્લી મુકાઇ છે. ઉપરાંત સ્‍વતંત્રતા માટે ચળવળ ચલાવતી નૌજવાન ભારત સભા લાહોર તથા વિરભારતને લગતી વિગતો પણ પ્રસિધ્‍ધ કરાઇ છે.

પાકિસ્‍તાન સરકારે જણાવ્‍યા મુજબ વીર ભગતસિંહે ભારત તથા પાકિસ્‍તાનની બંને દેશના હીરો છે. જેના વિષેની વધુ વિગતો સરકાર ન્‍યુઝ પેપરના માધ્‍યમ દ્વારા પ્રસિધ્‍ધ કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:04 pm IST)