Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

અમેરિકન ડાયાબિટીસ એશોશિએશન દ્વારા ભારતનો ડો.વી.મોહનને એવોર્ડઃ ડાયાબિટીસ નિવારણ ક્ષેત્રે વિશ્વ સ્‍તરીય સેવાઓ આપવા બદલ સન્‍માન કરાયું

ચેન્‍નાઇઃ અમેરિકન ડાયાબિટીસ એશોશિએશનએ ભારતના ડો.વી.મોહનની ડાયાબિટીસના દર્દીઓને આંતરરાષ્‍ટ્રિય ક્ષેત્રે અસાધારણ સેવાઓ બદલ હેરોલ્‍ડ રિફકીન એવોર્ડ આપી સન્‍માનિત કર્યા છે.

ડો.મોહન આ સન્‍માન મેળવનાર સૌપ્રથમ ભારતીય છે જેઓ ભારતના ચેન્‍નાઇમાં ડાયાબિટીસ સ્‍પેશ્‍યાલિટીઝ સેન્‍ટર ચલાવે છે તેમજ ચેન્‍નાઇ ખાતેના ડાયા બેટોલોજી સેન્‍ટરના ચિફ તરીકે સેવાઓ આપે છે. ઉપરાંત મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્‍ડેશનના પ્રેસિડન્‍ટ તથા ડીરેકટર છે. તેમના ડાયાબિટીસને લગતા એક હજાર આર્ટિકલ્‍સ જર્નલમાં પ્રસિધ્‍ધ થયેલા છે જે પૈકી ૧૫૦ આર્ટીકલ્‍સનો ટેકસબુકમાં સમાવેશ થયો છે. તેમણે ૧૬૦ જેટલા એવોર્ડ મેળવેલા છે તથા ભારત સરકારે ડાયાબિટીસ નાબુદી માટેની તેમની જહેમતને ધ્‍યાને લઇ ૨૦૧૨ની સાલમાં તેઓને પદમશ્રી ખિતાબ આપેલો છે.   

(10:04 pm IST)