Gujarati News

Gujarati News

News of Sunday, 25th March 2018

પાટડીના ખેડૂત પુત્રે કેનેડામાં ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલની સ્થાપના કરી

ટ્રુડોની ભારત મુલાકાત વેળાએ પાટડીના નરેશ ચાવડાએ કેનેડાના 65 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું

પાટડીના ખેડૂત પુત્ર હાલમાં કેનેડામાં ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ (જીપીસીસી)ની સ્થાપના કરીને કેનેડામાં તમામ બિન નિવાસી ગુજરાતીઓ એનઆરજીને મદદ કરી રહયો છે  હાલમાં પાટડીનો આ યુવાન ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ (આઇસીસીસી)નો વાઇસ પ્રેસીડેન્ટ છે. કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટુડેઉની જાન્યુઆરીમાં ભારતની મુલાકાત સમયે પાટડીના ખેડૂત પુત્ર નરેશ ચાવડાએ કેનેડાના 65 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યુ હતું. ઇન્ડો કેનેડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ (આઇસીસીસી)ના વાઇસ પ્રેસિડેન્ટ નરેશ ચાવડાએ કેનેડામાં ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલની સ્થાપના કરી હતી.

 

(12:00 am IST)