Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રી હેમંથ રામાને IBM ઝેડ ચેમ્‍પીયન એવોર્ડઃ સિલીકોન વેલ્લી કેલિફોર્નિયા સ્‍થિત શ્રી હેમંથને ૩૮ દેશોમાંથી ૧૪૦૦ નોમિનેશન્‍શ મળ્‍યા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સિલીકોન વેલ્લી કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રી હેમન્‍થ રામાને IBM ઝેડ ચેમ્‍પીયનશીપ એવોર્ડ એનાયત કરાયો છે.

IBM ટેકનોલોજી દ્વારા નવી વિચારધારા સાથે ટેકનોલોજીને મદદરૂપ થઇ શકનાર પ્રોફેશ્‍નલ્‍સ, વ્‍યાવસાયી આગેવાનો, શિક્ષણશાસ્‍ત્રીઓ,સહિતનાઓ દ્વારા IBM ટેકનોલોજીના વપરાશ અને માર્ગદર્શનમાં યોગદાન આપનારાઓને ચેમ્‍પીયનશીપ એવોર્ડ આપવામાં આવે છે જે માટે પસંદ થયેલા શ્રી હેમંથને ૩૮ દેશોમાંથી ૧૪૦૦ નોમિનેશન્‍શ મળ્‍યા હતા. તેથી તેઓને ઝેડ કેટેગરી માટે નામાંકિત કરાયા હતા.

(10:15 pm IST)