Gujarati News

Gujarati News

News of Sunday, 25th March 2018

અમેરિકન કેમિકલ સોસાયટીનો એવોર્ડ મેળવતા ૪ ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિકોઃ શ્રી જી.કે. સુર્યપ્રકાશ, શ્રી પારસનાથ પ્રસાદ, સુશ્રી પ્રતિભા વર્મા, તથા શ્રી સુરેશ શ્રીવાસ્‍તવ એવોર્ડ વિજેતા

કેલિફોર્નિયાઃ અમેરિકન કેમિકલ સોસાયટીએ તાજેતરમાં તેના વાર્ષિક એવોર્ડ માટે જાહેર કરેલા વિજેતાઓમાં ૪ ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્‍થાન મેળવ્‍યું છે.

આ ૪ ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો પૈકી શ્રી જી.કે. સુર્યપ્રકાશએ ઓર્ગેનિક કેમિસ્‍ટ્રી ક્ષેત્રે વિશેષ પ્રદાન બદલ, શ્રી પારસનાથ પ્રસાદએ ફીઝીકલ કેમિસ્‍ટ્રી, સુશ્રી પ્રતિભા વર્માએ કેમિસ્‍ટ્રી એજ્‍યુકેશન, તથા શ્રી સુરેશ સી. શ્રીવાસ્‍તવએ રેડીઓફાર્માસ્‍યુટીકલ ક્ષેત્રે બજાવેલી વિશિષ્‍ટ કામગીરી બદલ એવોર્ડ મેળવવા માટે સ્‍થાન હાંસલ કર્યુ છે.

(10:11 pm IST)