Gujarati News

Gujarati News

News of Sunday, 25th March 2018

યુ.એસ.ના વર્મોન્‍ટ સ્‍ટેટમાં યોજાયેલી સ્‍પેલીંગ બી સ્‍પર્ધામાં ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ રાઘવ ધાંડી સ્‍ટેટ ફર્સ્‍ટઃ મે માસમાં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં વર્મોન્‍ટનું પ્રતિનિધિત્‍વ કરશે

વર્મોન્‍ટઃ યુ.એસ.ના વર્મોન્‍ટ સ્‍ટેટમાં યોજાયેલી સ્‍પેલીંગ બી સ્‍પર્ધામાં મોન્‍ટપેલિયરની મિડલ સ્‍કૂલનો ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ રાઘવ ધાંડી વિજેતા બન્‍યો છે. તે હવે વોશીંગ્‍ટન ડી સીમાં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે.

સાતમા ગ્રેડમાં અભ્‍યાસ કરતો ૧૨ વર્ષીય આ વિદ્યાર્થી ગયા વષે૪ સ્‍ટેટ કક્ષાની સ્‍પર્ધામાં ત્રીજા ક્રમે આવ્‍યો હતો. તેથી આ વર્ષે પ્રથમ ક્રમ મેળવવા તેણે સખત મહેનત કરી હોવાનું સમાચાર સૂત્રોને જણાવ્‍યું હતું.

તેને ટ્રોફી તથા ૨૫૦ ડોલર એનાયત કરાયા છે. મે મહિનામાં યોજાનારી નેશનલ કોમ્‍પીટીશનમાં જોડાવા તે ખૂબ આતુર છે પરંતુ સાથોસાથ તેણે પરીક્ષાની પણ તૈયારી કરવાની છે.

(10:10 pm IST)