Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની જરૂર છેઃ દેશના વિદ્યાર્થીઓને વિશ્વસ્‍તરીય શિક્ષણ મળતુ નહીં હોવાથી હેવ અને હેવનોટ વચ્‍ચેની ખાઇ વધુ ઊંડી થતી જાય છેઃ RBIના પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજનનું કોચી મુકામે ઉદબોધન

કોચીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયાના પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજનએ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની જરૂરિયાત હોવાનું જણાવ્‍યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે વિશ્વ સ્‍તરીય ક્ષેત્રે આપલો દેશ શિક્ષણ ક્ષેત્રે હોવો જોઇએ તેટલો સજજ નથી. ભારતના ઘણાં વિદ્યાર્થીઓને વિશ્વ સ્‍તરીય શિક્ષણ મળતુ નથી. તેથી ટેકનોલોજી ક્ષેત્રે પછાત રહી જાય છે પરિણામે દેશનું અર્થતંત્ર નબળુ પડે છે એટલું જ નહિં એક બાજુ હેવ અને બીજી બાજુ હેવ નોટની ખાઇ વધુને વધુ ઊંડી થતી જાય છે

જો અમેરિકા અને ચીન વચ્‍ચે ટ્રેડ વોર થશે તો વિશ્વ સ્‍તરીય અર્થતંત્રને માઠી અસર થશે તેમણે વિદેશમાં સ્‍થાયી થયેલા  ભારતના બુધ્‍ધિધનને વતનમાં પરત લાવવાનો પ્રયાસ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે ૨૩ માર્ચના રોજ ઉપરોક્‍ત ઉદબોધન કર્યુ હતું.

(10:09 pm IST)