Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

NASAમાં સતત ૩૦ વર્ષની અવિરત સેવાઓ બદલ ઇન્‍ડિયન અમેરિકન ડો.કમલેશ લુલ્લાનું બહુમાનઃ જોન્‍સન સ્‍પેસ સેન્‍ટર ખાતે યોજાયેલા સમારંભમાં એવોર્ડ એનાયત

હયુસ્‍ટનઃ અવકાશ ક્ષેત્રે સંશોધન માટે અમેરિકન સરકારની નેશનલ એરોનોટિકસ એન્‍ડ સ્‍પેસ એડમિનીસ્‍ટ્રેશન (NASA)'' માં છેલ્લા ૩૦ વર્ષથી સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન ડો.કમલેશ લુલ્લાનું તાજેતરમાં ૨ માર્ચ ૨૦૧૮ના રોજ NASA દ્વારા સન્‍માન કરાયું હતું. આ પ્રસંગે તેમના પરિવારજનો તથા મિત્રો હાજર રહ્યા હતા.

NASAમાં ચિફ સાયન્‍ટીસ્‍ટ તરીકે અર્થ એન્‍ડ સ્‍પેસ, ઇન્‍ટરનેશનલ સ્‍પેસ પ્રોગ્રામ, તથા અવકાશયાત્રીઓને ટ્રેનીંગ આપવા માટે જોન્‍સન સ્‍પેસ સેન્‍ટરમાં સેવા આપનાર ડો.લુલ્લાને એવોર્ડ આપી બિરદાવાયા હતા.

તેઓ અધિકૃત ઓથર છે તેમના ઘણાં આર્ટીકલ જર્નલમાં પ્રસિધ્‍ધ થઇ ચૂકેલા છે. તેમને અમેરિકન સરકાર તરફથી અનેક એવોર્ડ મળેલા છે તેમજ ભારત સરકારે પણ આ અગાઉ તેમનું પ્રવાસી ભારતીય સન્‍માન મેડલથી બહુમાન કરેલું છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:06 pm IST)