Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પાકિસ્તાનમાં ઉજવાશે ગુરુ નાનકદેવની 551 મી જન્મજયંતિ : ભારતમાં વસતા શીખોને આમંત્રણ : 27 નવેમ્બરથી શરૂ થનારી ત્રિદિવસીય ઉજવણી માટે પાંચ દિવસના વિઝા અપાશે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમા ગુરુ નાનકદેવની 551 મી જન્મજયંતિ ઉજવાશે.જે માટે ભારતમાં વસતા શીખોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ગુરુ નાનકદેવના જન્મસ્થાન નાનકાના સાહેબ ખાતે 27 નવેમ્બરથી શરૂ થનારી ઉજવણી 3 દિવસ ચાલશે.જે માટે 5  દિવસના વિઝા અપાશે.

ઉલ્લેખનીય છે કે ગુરુ નાનકદેવના જન્મ દિવસે દુનિયા ભરમાંથી શીખો પાકિસ્તાન આવે છે.પરંતુ આ વર્ષે કોવિદ -19 સંજોગોને કારણે સંખ્યા માર્યાદિત રાખવાની ફરજ પડી છે.

ઉજવણી માટે આવનાર યાત્રિકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.તેમજ ઉજવણી અંતર્ગત  માસ્ક,સોશિઅલ ડિસ્ટન્સ ,સહિતના નિયમોનું પાલન ફરજીયાત છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:01 pm IST)