Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

UAEમાં કાર અકસ્માતે ભારતીય મૂળના ઇમામની સગીર પુત્રીનું કરૂણ મોતઃ ઇમામ તથા તેમના પત્ની સારવાર હેઠળ

દુબઇઃ UAE સ્થિત ભારતીય ઇમામના પરિવારને ગયા સપ્તાહમાં થયેલા કાર એકસીડન્ટથી ઇજાગ્રસ્ત થયેલી તેમની સગીર પુત્રીનું શનિવારે કરૂણ મોત નિપજ્યું છે. જયારે ઇમામ તથા તેમની પત્ની સારવાર હેઠળ છે.

૧૪ જુનના રોજ અલ રમસ ઇલાકામાં બનેલી ઘટના મુજબ ઇમામ કાર લઇને જતા હતા જેમાં તેઓ ઉપરાંત તેમના પત્ની તથા સગીર પુત્રી હતા. તે સમયે અચાનક કાર રોડ ઉપરથી ઉતરી જતા પલ્ટી ખાઇ ગઇ હતી. પરિણામે ત્રણેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમની પુત્રીનું મોત થયું હતું તથા પતિ પત્ની સારવાર હેઠળ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.   

(8:59 pm IST)
  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST

  • રાજયમાં અનેક જિલ્લામાં મેઘસવારીઃ રવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદઃ દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ access_time 5:45 pm IST

  • હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST