Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મૂળ સુરેન્દ્રનગરના અને દાયકાઓથી દુબઇ વસેલા જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ શાહનું રાજકોટમાં અવસાન

અંબાણી પરિવાર સાથે ઘરોબો ધરાવનારા ભરતભાઈને ધીરુભાઈ અંબાણીએ દુબઈમાં રિલાયન્સના કો-ઓર્ડિનેટર નીમ્યા હતા : ખાડી દેશોના તમામ રાજકીય માંધાતા સાથે નિકટના સંબંધ હતા

રાજકોટ :મૂળ સુરેન્દ્રનગરના અને દાયકાઓથી દુબઈમાં વસેલા જાણીતા ઉદ્યોગપતિ તથા સેવાકાર્યો થકી ‘ફાધર ટેરેસા’ તરીકે જાણીતા એવા ભરતભાઈ શાહનું 87 વર્ષની વયે રાજકોટ સ્થિત તેઓના  નિવાસસ્થાને અવસાન થયું છે.

  અંબાણી પરિવાર સાથે ઘરોબો ધરાવનારા ભરતભાઈ તથા ધીરુભાઈ અંબાણીની કારકિર્દી એડનમાં સાથે શરૂ થયેલી. બન્ને એક જ રૂમમાં રહેતા. એ પછી ધીરુભાઈએ મુંબઈને કર્મભૂમિ બનાવી જ્યારે ભરતભાઈએ દુબઈને કર્મભૂમિ બનાવી હતી  ભારત આવીને ધંધામાં જામી ગયેલા ધીરુભાઈએ તેમને દુબઈમાં રિલાયન્સના કો-ઓર્ડિનેટર નીમ્યા.હતા 

   ખાડી દેશોના તમામ રાજકીય માંધાતા સાથે ભરતભાઈ શાહને  નિકટના સંબંધ હતા. યુએઈ જનાર કોઈ પણ ભારતીય માટે ભરતભાઈના દરવાજા ખુલ્લા રહેતા અને  મધરાતે એ કોઈને મદદ કરવા તત્પર રહેતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે “પ્રવાસી ભારતીય દિવસ”ના ઈતિહાસમાં યુએઈના એનઆરજીને સૌપ્રથમ વાર એવોર્ડ મળ્યો હતો

(9:39 pm IST)