Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ચીનમાં સ્થાયી થયેલી ભારતીય મૂળની શિક્ષિકા કોરોના વાઇરસની ઝપટમાં : 41 વર્ષીય પ્રીતિ માહેશ્વરી ચીનની હોસ્પિટલના ICU વિભાગમાં સારવાર હેઠળ

બેજિંગઃ ચીનમાં અત્યાર સુધીમાં 41 લોકોનો ભોગ લેનાર કોરોના વાઇરસનો વ્યાપ વધી રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ 41 વર્ષીય  ભારતીય શિક્ષિકા  પ્રીતિ મહેશ્વરી પણ કોરોના વાયરસના ઈન્ફેક્શનમાં સપડાઈ ગયા છે. પ્રીતિની Huazhong યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ડ શેનઝેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને અહીં 11 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે (શુક્રવારે) તેમની હાલત ગંભીર થતાં તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

પ્રીતિ મહેશ્વરીને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પ્રીતિ મહેશ્વરી શેંજેનવની ઈન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર છે. ચીનમાં તેમની સારવાર માટે 10 લાખ યુઆનનો ખર્ચ જણાવવામાં આવ્યો છે. મહેશ્વરીની સારવાર માટે એમેઝોન બેંગલુરુમાં નોકરી કરતાંતેના ભાઈ મનીષ થાપાએ રૂ. 1 કરોડના ફંડની મદદ માંગી છે. અત્યાર સુધી 992 દાતાઓ દ્વારા મહેશ્વરીની સારવાર માટે રૂ. 29.43 લાખનું દાન પણ ભેગુ કરી દેવામાં આવ્યું છે.

(12:01 pm IST)