Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કોના ૨૦ ટકા આઇ.ટી.સ્ટાફની છટણીઃ નાણાંભીડના કારણે ભારતની આઉટસોર્સીગ કંપનીને કામ આપી કરકસર કરવાનો હેતુઃ આગામી દિવસોમાં ટયુશન ફીમાં પણ વધારો થવાની શકયતા

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડીપાર્ટમેન્ટના ૨૦ ટકા જેટલા સ્ટાફની છટણી કરી તેઓનું કામ ભારતની આઉટસોર્સીગ કંપનીને સોંપવા બદલ કર્મતારીઓએ દેખાવો કર્યા હતા.

યુનિવર્સિટીના જણાવ્યા મુજબ કર્મચારીઓને ચૂકવવાની થતી પગારની રકમનો બચાવ કરી કરકસરના ભાગરૃપે તેઓનું કામ ભારતની આઉટસોર્સીગ કંપનીને સોંપવાનું નક્કી કરાયુ છે. કારણ કે યુનિવર્સિટીનું બજેટ ૫.૪ બિલીઅન ડોલરનું હોવાથી નાણાંકીય ભીડનો સામનો કરવો પડે છે. તેથી આગામી દિવસોમાં ટયુશન ફીમાં પણ વધારો થઇ શકે છે.

(12:00 am IST)