Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

‘‘ તેરા તુજકો અર્પણ '' : અમેરિકાની મિચીગન સ્‍ટેટ યુનિવર્સિટીને તેના પૂર્વ સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરીકન શ્રી મનોજ સકસેનાનું ૧ મિલીયન ડોલરનું ડોનેશન

મિચીગનઃ અમેરિકાની મિચીગન સ્‍ટેટ યુનિવર્સિટીના પૂર્વ સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન શ્રી મનોજ સકસેનાએ યુનિવર્સિટીની એલિ બ્રોડ કોલેજ  ઓફ બિઝનેસને  એક મિલીયન ડોલર ભેટ તરીકે આપ્‍યા છે.  જે આર્ટીફીશ્‍યલ ઇન્‍ટેલીજન્‍સ માટે વપરાશે. તથા ઓમુરા સકસેના પ્રોફેસરશીપ રીકે ઓળખાશે તેવું મિચીગન યુનિવર્સિટીએ ૧૪ નવે.ના રોજ સમાચાર સૂત્રોને જણાવ્‍યૂં છે.

શ્રી સકસેના કોગિ્નટીવ સ્‍કેલના એકઝીકયુટીવ ચેરમેન છે. તથા સકસેના ફાઉન્‍ડેશનના સ્‍થાપક ડિરેકટર છે. તેમણે MSG માંથી ૧૯૯૧ ની સાલમાં MBA ની ડીગ્રી મેળવેલી છે. તેઓ હૈદરાબાદના વતની છે. તથા ભાવિ પેઢીને વ્‍યવસાયમાં આધુનિક ટેકનોલોજીથી જ્ઞાત કરવાની નેમ ધરાવે છે.

(9:49 pm IST)