Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વિમાનમાં પરિચારિકાની છેડતી કરવા બદલ ભારતીય મૂળના 25 વર્ષીય યુવાનને 3 સપ્તાહની જેલ : ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા યુવાન પરાંજપે નિરંજનએ સિંગાપુર જતી વખતે ફ્લાઇટ અટેન્ડન્ટ યુવતી સાથે અઘટિત વર્તન કર્યું

સિંગાપોર : ઓસ્ટ્રેલિયાથી સિંગાપુર જઇ રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા ભારતીય મૂળના યુવાન પરાંજપેએ વિમાની સફર દરમિયાન પરિચારિકા યુવતી સાથે અઘટિત વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું.તે યુવતીના ગુપ્ત અંગો ઉપર હાથ ફેરવી તેના મોબાઈલ નંબરની માંગણી કરવા લાગ્યો હતો.જેથી આ યુવાન વિરુદ્ધ પરિચારિકાએ સિંગાપોર એરપોર્ટ ઉપર ફરિયાદ નોંધાવી હતી.

 કોર્ટ કેસ દરમિયાન યુવાને ગુનો કબૂલ કરી લીધો હતો.તથા પોતે નશામાં એવું વર્તન કર્યું હોવાનું જણાવી બને તેટલી ઓછી સજા કરવા નામદાર કોર્ટને વિનંતી કરી હતી.જોકે આ કૃત્ય બદલ સિંગાપોરમાં 2 વર્ષની સજા તથા કોરડા ફટકારવાની શિક્ષાની જોગવાઈ છે.પરંતુ યુવાનની કબૂલાત અને વિનંતી ધ્યાને લઇ નામદાર કોર્ટએ તેને 3 સપ્તાહની સજા ફરમાવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)