Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

આંદામાન ટાપુ ઉપર હત્યાનો ભોગ બનેલા અમેરિકન યુવાનનો મૃતદેહ હજુ પણ લાપત્તા : પ્રવાસીઓ માટેના પ્રતિબંધિત વિસ્તારમાં જહાજ,હેલીકૉપટર,તથા પોલીસ ની મદદથી કરાઈ રહેલા પ્રયાસો : હજુ થોડા વધુ દિવસ લાગવાની શક્યતા

આંદામાન : ગયા સપ્તાહમાં આંદામાનના જંગલોમાં આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં ધાર્મિક પ્રચાર માટે ગયેલા અમેરિકન યુવાનની આદિવાસીઓએ તિર મારી હત્યા કરી નાખી હતી.પરંતુ આ યુવાનનું શબ હજુ પણ હાથ લાગ્યું નથી.આ માટે સત્તાવાળાઓ દ્વારા જહાજ,હેલીકૉપટર,તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ,ઉપરાંત આ વિસ્તારના જંગલના જાણકારોની મદદ લેવાઈ રહી છે.તેમ છતાં હજુ સુધી આ મૃતક યુવાનનો મૃતદેહ મળી શક્યો નથી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ થોડા વધુ દિવસો લાગી શકે છે.

(12:43 pm IST)