Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

યુ.એસ.કોંગ્રેસ વુમન ઇન્ડિયન અમેરિકન સુશ્રી પ્રમીલા જયપાલ તથા સોશિઅલ એક્ટિવિસ્ટ સુશ્રી સરૂ જયરામનને ઈમ્પૅક્ટ એવોર્ડ :

ન્યુયોર્ક : યુ.એસ.કોંગ્રેસ વુમન ઇન્ડિયન અમેરિકન સુશ્રી પ્રમીલા જયપાલ તથા સોશિઅલ એક્ટિવિસ્ટ  સુશ્રી સરૂ જયરામનને વંશીય ભેદભાવનો ભોગ બનતા લોકોને ન્યાય અપાવી  ચેન્જમેકર તરીકે પારદર્શક  કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા છે.તેઓનો સમાવેશ કલરલાઇન 20 x 20 મેમ્બર તરીકે કરાયો છે.તથા તેઓને ઈમ્પૅક્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે.આ બંને મહિલાઓએ ઇમિગ્રન્ટ્સ પ્રત્યે રખાતા ભેદભાવને દૂર કરવામાં તેમજ આ મહિલાઓનું શોષણ થતું અટકાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હોવાથી તેમની કદર કરાઈ છે.તથા 1 નવે.ના રોજ ન્યુયોર્ક મુકામે તેમને સન્માનિત કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:05 am IST)