Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

''હેલ્થ કોન્ફરન્સ સ્પર્ધાઃ'' યુ.એસ.ના ફિલાડેલ્ફીઆમાં યોજાયેલી સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્સના નેતૃત્વ સાથેની ટીમ બીજા ક્રમે વિજેતા

ફિલાડેલ્ફીયાઃ યુ.એસ.ના ફિલાડેલ્ફીઆમાં ગયા મહિને યોજાઇ ગયેલી પાંચમી વાર્ષિક વ્હોર્ટન અન્ડર ગ્રેજ્યુએટ હેલ્થ મેનેજમેન્ટ કોન્ફરન્સમાં યુનિયન કોલજની ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસના નેતૃત્વ હેઠળની ટીમ બીજા ક્રમે વિજેતા થઇ છે.

આ ટીમમાં ઇન્ડિયન અમેરિકન બાયોલોજી એન્ડ પોલિટીકલ સાયન્સ સ્ટુડન્ટ રૃચિ રાવલ તથા ઇકોનોમિકસ એન્ડ મેથેમેટીકસ સ્ટુડન્ટ ધ્રુવ પટેલ સહિત અન્ય ૩ સ્ટુડન્ટસ રનર્સ અપ બન્યા હતા. જેમણે હેલ્થકેર ટેકનોલોજીને લગતા પ્રશ્નોના નિરાકરણ સૂચવ્યા હતાં. જે બદલ ટીમને ૨૫૦ ડોલરનું ઇનામ અપાયું હતું. જે તેઓએ અમેરિકન લંગ એશોશિએશનને ડોનેશન તરીકે આપી દીધું હતું. દરેક ટીમ મેમ્બર્સને વ્યકિતગત ૫૦ ડોલર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

(9:21 pm IST)