Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વિશ્વ વિખ્યાત હાર્વર્ડ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થી સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવતી ભારતીય મૂળની યુવતી શ્રુતિ પલાનીઅપ્પન

યુ.એસ.: જુલાઇ 2016માં યુ.એસ.ના ફિલાડેલ્ફિયામાં યોજાયેલ ડેમોક્રેટિક નેશનલ કન્વેશનમાં સૌથી યુવા પ્રતિનિધિ તરીકે હાજરી આપનાર ભારતીય મૂળની યુવતી સુશ્રી શ્રુતિ પલાનીઅપ્પન  વિશ્વ વિખ્યાત હાર્વર્ડ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થી સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવેલ છે. 20 વર્ષીય શ્રુતિની સાથી જુલિયા હુએજા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલ છે.તે બંનેએ જણાવ્યા મુજબ તેઓ પદોને સંભાળતા સૌથી પહેલાં વિદ્યાર્થી સમિતિ અને કાઉન્સિલ વચ્ચે સંચારને સુધારવા પર કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની પદ્ધતિને યોગ્ય કરવી જરૂરી છે, જેના માટે ખાસ પ્રકારની યોજના બનાવવાની જરૂરિયાત છે

(12:29 pm IST)