Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અમેરિકાએ ચીની એમ્બેસી બંધ કરવાનો આદેશ આપતા ચીનનો વળતો જવાબ :ચીનના ચેંગ્દૂ શહેરનું અમેરિકન એમ્બેસીનું લાઈસન્સ રદ કર્યું

બેજિંગઃ : અમેરિકાએ હ્યૂસ્ટન અને ટેક્સાસમાં ચીની એમ્બેસી બંધ કરવાનો આદેશ આપતા ચીને તેનો વળતો જવાબ આપ્યો છે.જે મુજબ ચીનના ચેંગ્દૂ શહેરનું અમેરિકન એમ્બેસીનું લાઈસન્સ રદ કરી નાખ્યું છે.જે અંગે ચીનના વિદેશ પ્રવક્તાએ જણાવ્યા મુજબ અમેરિકાના બિનજરૂરી પગલાને ધ્યાનમાં રાખીને તેમણે જેવું કર્યું એવું તેમની સાથે કરવું જરૂરી અને યોગ્ય છે

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ શુક્રવાર સાંજે ચાર વાગ્યા સુધી હ્યૂસ્ટન અને સાનફ્રાન્સિસ્કોની એમ્બેસી બંધ કરવાના આદેશ આપ્યા હતા જેના જવાબરૂપે ચીને ઉપરોક્ત પગલું ભર્યું છે.

અમેરિકામાં ત્રણ દિવસની અંદર ચીનની બે એમ્બેસી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમેરિકન વિદેશ વિભાગે આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું. ઓર્ડરની એક કોપી ચીનને મોકલવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોમાં ચીનના રાજદૂત અમેરિકામાં જાસૂસી કરતા જોવા મળ્યા છે. આ ઉપરાંત પણ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અમેરિકા તેને ચલાવી નહીં લે.ચીનને જે બે એમ્બેસી બંધ કરવા માટે કહેવાયું છે ત્યાં ઘણા સંવેદનશીલ દસ્તાવેજોને સળગાવવાની વાત સામે આવી હતી. અમેરિકન ગુપ્તચર એજન્સી FBIએ આ દાવો કર્યો હતો વિઝા ફ્રોડ કેસનો આરોપી ચીની વૈજ્ઞાનિક પણ ચીનની એક એમ્બેસીમાં સંતાયો છે.

(1:18 pm IST)