Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

દુબઈમાં ઘરના મેઇટેનન્સ માટે 2 વર્ષ પહેલા આવ્યો : ઘરની સધ્ધરતા જોઈને ચોરી કરવા લલચાયો : ગુજરાતી દંપતી જાગી જતાં હત્યા કરી નાખી : પાકિસ્તાની નાગરિકની ધરપકડ

દુબઇ : દુબઈના પોશ એરિયામાં રહેતા ગુજરાતી દંપતીના ઘેર 2 વર્ષ પહેલા મેઇટેનન્સ પહેલા આવેલા પાકિસ્તાની મૂળના નાગરિકે પરિવારની સધ્ધરતા જોઈ ચોરી કરવાનો મનસૂબો ઘડ્યો હતો.અને રાત્રે તેઓના ઘરમાં ચોરી કરવા ઘુસ્યો હતો.પરંતુ દંપતી જાગી જતા  તેમની હત્યા કરી નાખી હતી.દંપતીની પુત્રીને પણ ચાકુ મારી દીધું હતું જેની સારવાર દરમિયાન તે  ભયમુક્ત હોવાનું જણાયું હતું.
 આ ઘટના 18 જુનની છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:51 pm IST)