Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

" આનંદો " : પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બનશે હિન્દૂ મંદિર : 20 હજાર સ્કેવર ફૂટ જમીનમાં નિર્માણ પામનારા શ્રીકૃષ્ણ મંદિરનો શિલાન્યાસ કરાયો : મંદિરના નિર્માણ માટે પાકિસ્તાન સરકાર 10 કરોડ રૂપિયા આપશે

ઇસ્લામાબાદ : હિન્દૂ યુવતીઓને બળજબરીથી ઉપાડી જઈ ફરજીયાત ધર્માન્તર કરાવી મુસ્લિમ યુવક સાથે પરણાવી દેવા માટે કુખ્યાત થઇ ચૂકેલા પાકિસ્તાનમાંથી સારા સમાચાર આવ્યા છે.જે મુજબ પાટનગર ઇસ્લામાબાદમાં સૌપ્રથમ હિન્દૂ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.

20 હજાર સ્કવેર ફૂટમાં નિર્માણ પામનારા આ મંદિરનું ભુમીપુજન ગઈકાલ મંગળવારે માનવ અધિકાર સંસદીય સચિવ લાલચંદ્ર માલ્હીના હસ્તે કરાયું હતું જેના નિર્માણ માટે થનારો ખર્ચ 10 કરોડ રૂપિયા પાકિસ્તાન સરકાર આપશે

હિન્દુઓના અવસાન સમયે અગ્નિદાહ દેવા માટે જગ્યા ન હોવાથી દૂર આવેલા સ્મશાને મૃતદેહ લઇ જવા ફરજ પડતી હતી તેના નિવારણ માટે આ મંદિરમાં અંતિમ ક્રિયા કરી શકવાની પણ  જોગવાઈ કરાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા  જાણવા મળે છે.

(5:30 pm IST)