Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

અમેરિકાના ન્યુયોર્કમાં વસતા ઇમીગ્રન્ટસ પરિવારો ઉપર તવાઇઃ પ્રેસિડન્ટ ટ્રમ્પની સુચનાથી ICE દ્વારા દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૃઃ બે હજાર જેટલા પરિવારો ઉપર વિખુટા પડવાની નોબતઃ અસરગ્રસ્ત પરિવારોની વહારે એશિઅન અમેરિકન ફેડરેશન

ન્યુયોર્કઃ અમેરિકાના ન્યુયોર્કમાં કાયદેસરના ડોકયુમેન્ટ વગરના લોકોને પણ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવાનો અધિકાર આપતો કાયદો અમલી બનાવાયાની સાથોસાથ પ્રેસિડન્ટ ટ્રમ્પની સુચનાથી ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE)એ ઇમીગ્રન્ટસ પરિવારોને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. જેનાથી બે હજાર જેટલા પરિવારોને વિખુટા પડવાની નોબત આવી શકે છે.

આ પ્રકિયાની સૌથી વધુ અસર સાઉથ એશિઅન પરિવારો ઉપર થઇ શકે  છે.

સીટી કન્ટ્રોલ ઓફિસના જણાવ્યા મુજબ ન્યુયોર્કમાં ઇમીગ્રેશન એન્ફોર્સમેન્ટની પ્રક્રિયામાં શામેલ કરાયેલા પરિવારોમાં સાઉથ એશિઅન પરિવારો વધુ છે.

આ બાબતે ઇન્ડિયન  અમેરિકન ફેડરેશન આવા પરિવારોની સાથે છે. તથા તેમને મદદરૂપ થવા તૈયાર છે. તથા તેના મેમ્બર્સ, કોમ્યુનીટી લીડર્સ તેમજ પાર્ટનર્સ સાથે આ બાબતે જરૂર પડયે કાયદેર લડત પણ આપશે. તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ પણ રજુઆત કરશે.

જેઓને દેશનિકાલની પ્રક્રિયાની અસર થવાનો ભય છે તે તમામ લોકો ActionNYC hotline દ્વારા ૧-૮૦૦-૩૫૪-૦૩૬૫ના માધ્યમ થકી વિનામૂલ્યે સલામત તથા કાયદાકીય મદદ મેળવી શકશે. તેવું સુશ્રી મીરા વેણુગોપાલની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)