Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભારતમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી માટે અમેરિકાના 20 શહેરોમાં વિશાળ સરઘસ નીકળશે : ન્યુયોર્ક,ન્યુજર્સી,વોશિંગટન,એટલાન્ટા,હ્યુસ્ટન સહિતના તમામ શહેરોમાં OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે તડામાર તૈયારીઓ શરૂ

ન્યુયોર્ક : ભારતમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી માટે અમેરિકાના 20 શહેરોમાં વિશાળ  સરઘસ નીકળશે જે માટે  OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.આ શહેરોમાં ન્યુયોર્ક,ન્યુજર્સી,વોશિંગટન,એટલાન્ટા,હ્યુસ્ટન,બોસ્ટન,શિકાગો,રિચમંડ, સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ભાજપના વિજય માટે સ્થાનિક ભારતીયો દ્વારા છેલ્લા ચાર માસથી વતન સ્થિત સગાસંબંધીઓને ફોન,ઇમેઇલ સહિતના માધ્યમો દ્વારા ભલામણો કરાતી હતી તેમજ સ્થાનિક કક્ષાએ ચાઇ પે ચર્ચા,એન.આર.આઇ.ફોર મોદી સહીત કાર્યક્રમોના આયોજનો કરાતા હતા.

(8:05 pm IST)
  • અમદાવાદના દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે ગરમ ઓઇલ પડતાં કામદારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી access_time 2:11 pm IST

  • એનડીએમાં વાયઆરએસ કોંગ્રેસ-બીજેડી-ટીઆરએસ જોડાય તેવી શકયતાઃ સંખ્યાબળ ૪૦૦ની ઉપર થાય તેવી પણ શકયતા access_time 3:46 pm IST

  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જૂનિયર ફેલોશિપ માટે વેકેન્સી જાહેર : જેના માટે 27મી મે સુધી અરજી કરી શકાશે. : જે વિદ્યાર્થીઓએ એમએસસી અને એમએમાં 55 ટકાથી વધારે ટકા મેળવ્યા હોય તેવાં વિદ્યાર્થીઓ જ ફેલોશિપમા માટે અરજી કરી શકશે access_time 2:10 pm IST