Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જૈન સોસાયટી શિકાગોમાં વર્ષીતપના પારણાની થયેલી શાનદાર ઉજવણીઃ પારૂલબેન જયેશકુમાર શાહે સાતમા વર્ષીતપની આરાધના શરૂ કરીઃ જૈન સંઘના સભ્‍યોએ મોટી સંખ્‍યામાં આપેલી હાજરી

 (કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ચાલુ વર્ષે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં વર્ષીતપના પારણાની રંગેચંગે ઉજવણી એપ્રીલ માસની ૧૮મી તારીખને બુધવારના રોજ કરવામાં આવી હતી આ પ્રસંગે જૈન સોસાયટીના સભ્‍યોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી.

આ વર્ષે પારૂલબેન જયેશકુમાર શાહનો છઠ્ઠો વર્ષીતપ હતો તથા જીગીશાબેન કેતનકુમાર શાહના આ પ્રથમ વર્ષીતપની આરાધના હતી. આ બન્‍ને તપસ્‍વીઓની આ તપની આરાધના સુંદર રીતે પરીપૂર્ણ થઇ હતી.

વર્ષીતપની આરાધનાની ઉજવણી કરવા માટે સંઘના મોટા ભાગના સભ્‍યો અત્‍યંત સુંદર રંગબેરંગી આકર્ષક વસ્‍ત્રો પરિધાન કરીને આવ્‍યા હતા અને તેમાં મુખ્‍યત્‍વે નાની વયના કિશોરો તથા કિશોરીઓનો સમાવેશ થતો હતો.

વર્ષીતપના પારણાના દિવસે જૈન દહેરાસરમાં સોસાયટીના સંચાલકો દ્વારા સ્‍નાગપૂજાનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને તેમાં જૈન સોસાયટીના મોટા ભાગના સભ્‍યો હાજર રહ્યા હતા અને મહાવીર મહિલા મંડળની બહેનોના સહયોગથી આ પૂંજા સુંદર લય અને સંગીતોના મધુર સુરે ભણાવવામાં પ્રથમતાર્થકર ભગવાન શ્રી આદેશ્વર  ભગવાનની પ્રતિમાજીને શેરડીના રસ દ્વારા પ્રક્ષાલ કરવામાં આવ્‍યો હતો અને તેમાં ભાવિકજનોએ આનંદ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો સ્‍નાગપૂજન પૂર્ણ થયા બાદ આરતી મંગળદિવો તેમજ શાંતિ કવીશનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ ત્‍યાર બાદ વર્ષીતપના બે તપસ્‍વીઓ ૧) પારૂલબેન જયેશકુમાર શાહ તથા (૨)જીગીશાબેન કેતનકુમાર શાહને વાજતે ગાજતે વર્ષીતપની ઉજવણીના સ્‍થળે લઇ જવામાં આવ્‍યા હતા અને ત્‍યા આગળ તપસ્‍વીઓનો જયજયકાર કરવામાં આવ્‍યા બાદ માંગલિક સંભળાવવામાં આવ્‍યુ હતુ આ વિધિ પૂર્ણ થયા બાદ બંન્‍ને તપસ્‍વીઓને શેરડીના રસ દ્વારા પારણા કરાવવામાં આવ્‍યા હતા. જેમાં સંસ્‍થાના તમામ સભ્‍યોએ ભાગ લીધો હતો આ વેળા બંન્‍ને તપસ્‍વીઓએ ચાલી આવેલી પ્રણાલીઓ અનુસાર કોઇપણ પ્રકારની ભેટ તેમજ સોગાદો સ્‍વિકારવાની ના પાડી હતી અને ફકત આશીર્વાદ આપવા આગ્રહભરી વિનંતી કરી હતી.

વધારામાં જાણવા મળે છે તેમ વર્ષીતપના તપસ્‍વી પારૂલબેન્‍ને આ વર્ષે છઠ્ઠા વર્ષીતપ ચાલે છે અને તેમણે આગામી વર્ષ દરમ્‍યાન પણ આ તપヘર્યા ચાલુ રાખેલ છે એટલે તેમનો સાતમો વર્ષીતપ ચાલુ રહેશે.

આ વેળા જૈન સોસાયર્ટીના પ્રમુખ વિપુલ શાહ માજી ચેરમેને મુકેશભાઇ દોશી તથા કિશોરભાઇ શાહ અને જોઇન્‍ટ સેક્રેટરી જગતભાઇ શાહે પણ હાજરી આપી હતી.

જૈન દેરાસરમાં સ્‍નાગપૂંજા તથા શેરડીના રસ દ્વારા પ્રક્ષાલની તમામ વ્‍યવસ્‍થાનું રીજીલીયસ સેક્રેટરી હિમેશભાઇ ઝવેરીએ સુંદર રીતે કર્યુ હતું જે અભિનંદનને પાત્ર હતું.

આ વેળા સ્‍વામીવાત્‍સલ્‍યનું પણ આયોજન કરવામાં આવ્‍યું જેનો સૌએ લાભ લીધો હતો.   

(10:37 pm IST)
  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST

  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST

  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST