Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

દુબઈમાં પાકિસ્તાની સમળી ઝળકી : ભારતીય મૂળની મહિલાનો સોનાનો ચેન ખેંચી ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયો

દુબઇ : દુબઈમાં નવેમ્બર 2019 માં પાકિસ્તાની મૂળનો 27 વર્ષીય યુવાન ભારતીય મૂળની 32 વર્ષીય મહિલાનો સોનાનો ચેન ગળામાંથી ઝૂંટવી લઇ ભાગી જતા ઝડપાઇ ગયો હતો.મહિલાએ બુમાબુમ કરી મુકતા ત્યાંથી પસાર થઇ રહેલા 2 પાકિસ્તાની મૂળના નાગરિકોએ જ તેને પકડી લઇ પોલીસ હવાલે કર્યો હતો.
આરોપી ઉપર કરવામાં આવેલા કોર્ટ કેસનો ચુકાદો 8 માર્ચના રોજ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)