Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિન્દૂ મંદિર બનશે : 20 હજાર સ્કવેર ફૂટમાં શ્રીકૃષ્ણ મંદિર ઉપરાંત પરિસરની જગ્યામાં સ્મશાન પણ બનાવાશે : સરકારની મંજૂરી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિન્દૂ મંદિર બનાવવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે.પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફે આ મંદિર માટે જગ્યા ફાળવી હતી.પરંતુ બાંધકામ દરમિયાન કટ્ટરવાદીઓએ વાંધો લેતા કામ અટકી ગયું હતું.બાદમાં ધાર્મિક બાબતોની કમિટીને નિર્ણય સોંપવામાં આવ્યો હતો.જેણે આવા નિર્માણ સામે ઇસ્લામમાં કોઈ પ્રતિબંધ ન હોવાનું જણાવતા કામ શરૂ કરી દેવાની સરકારે મંજૂરી આપી દીધી છે.

20 હજાર સ્કવેર ફૂટમાં શ્રીકૃષ્ણ મંદિર ઉપરાંત પરિસરની જગ્યામાં સ્મશાન પણ બનાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)