Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

અમેરીકામાં કેલિફોર્નિયાના મંદિરોમા તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી : શ્રી નાથજી હવેલી અર્વાઈન , ગાયત્રી ચેતના સેંટર એનાહેઇમ , તથા શ્રી રાધાકૃષ્ણ મંદિર નોર્વોક ખાતે ભાવભેર તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો : ફેસબુક ઉપર જીવંત પ્રસારણ કરાયું

કેલિફોર્નિયા :  દક્ષિણ કેલિફોર્નિયા ની પ્રસિધ્ધ ઑરેન્જ કાઉન્ટીના સીટી ઑફ અર્વાઈન શ્રી નાથજી હવેલી ખાતે ' વૈષ્ણવ સમાજ ઑફ સર્ઘન કેલિફોર્નિયા ' ( VSSC ) સંચાલિત શ્રીનાથજી હવેલીમાં ગુરુવાર તા.૨૬ નવેમ્બર ના રોજ તુલસી વિવાહ યોજાયો હતો.

  હવેલીના મુખ્યાજી શ્રી પંકજભાઈ વ્યાસ તથા નેહાબેન વ્યાસ અને પુનિતકુમાર વ્યાસ દ્વારા વિવાહની તમામ વિધિ તથા નેહાબેન દ્વારા લગ્નગીતો વગેરે સંપુર્ણ વિધિ ફેસબુક દ્વારા જીવંત પ્રસારિત કરવામાંઆવેલ.

  હવેલીના મુખ્ય દાતા શ્રી નરેનભાઈ ( નીક ) પટેલ તથા તેમનાં ધર્મપત્નિ શ્રીમતિ હંસાબેન મુખ્ય મનોરથી હતા.

  આ સમગ્ર વિવાહના આયોજનમાં શ્રી ઉમેશભાઈ ગાંધી મુખ્ય હતા તથા  સમગ્ર કાર્યક્રમનું ઑડિયો વિડિયો નિયંત્રણ અને પ્રસારણ વગેરે શ્રી નિશિદ પટેલ દ્વારા સુચારૂ રૂપે કરવામાં આવ્યુ હતું.... વિવાહ સંપન થયા બાદ સૌને પંચામૃત વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ખૂબજ મર્યાદિત સંખ્યામાં માત્ર વહીવટી સ્ટાફ જ હાજર હતો.

 તેમજ  ગાયત્રી  ચેતના  સેંટર  એનાહેઇમ દ્વારા  પણ દર વર્ષ  ની માફક  આ વર્ષે  પણ કાર્તિક સુદ અગિયારસ  ને બુધવારે   11-25-2020 ના દિવસે તુલસી વિવાહ  નુ આયોજન  કરવા  માં આવેલ હતું. યજમાન તરીકે  તુલસી માતાજી  તરફે શ્રીમતી  સુક્રિતાબેન અને નરેશભાઈ  શર્મા તથા ( શાલિગ્રામ)  વિષ્ણુ ભગવાન  તરફે સુધાબેન  રાજીવભાઈ  મેહતા એ પુરા ભક્તિ ભાવ થી હોંશ ભેર વિવાહ માં  ઉપસ્થિત  રહ્યા હતા. વિવાહ ની સંપૂર્ણ વૈદિક વિધિ ગાયત્રી  પરિવાર  ના શ્રીમતી  કુસુમબેન  પંડ્યા એ ભાવપૂર્ણ રીતે  સંપન્ન  કરાવી  હતી.જયારે કુસુમબેન  પટેલે નિરંજના બેન.. રીટાબેન  અન્ય બહેનો એ  સમગ્ર   વ્યવસ્થા  માં સાથ સહકાર  આપ્યો  હતો. કોવિદ-19 ને કારણે યોગ્ય અંતર... માસ્ક .સેનાટાઇઝર ..નિયંત્રિત ભક્ત ગણ..વગેરે નો પૂરતો ખ્યાલ રાખી તુલસી  વિવાહ ના પ્રસંગ  ને ઉપસ્થિત પરિજનો એ આનંદ  પૂર્વક માણ્યો  હતો.

  તથા નોર્વોક ખાતેના શ્રી રાધાકૃષ્ણ મંદિરના શાસ્ત્રીજી શ્રી ભરતભાઈ રાજગોર અને નલિનીબેન રાજગોર ની યાદી મુજબ તુલસી વિવાહ નું આયોજન દેવદિવાળી નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમમાં કૉવિડ ૧૯ કારણસર સાવચેતી માટે ખૂબજ ઓછી સંખ્યા માં ભાવિકોની હાજરી સાથે યોજવામાં આવ્યું હતું. આ તુલસી વિવાહમાં તુલસીજી ના યજમાન તરીકે શ્રી નિલેશભાઈ પટેલ ( ફોટોગ્રાફર ) અને તેમના ધર્મ પત્નિ શ્રીમતિ અલકાબેન પટેલ હતા જ્યારે કાનજીના યજમાન તરીકે શ્રી સુમનભાઈ અને શ્રીમતિ અપર્ણાબેન આહિર હતા. આ સમગ્ર કાર્યક્રમનું ફેસબુક પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતું .
તેવું  માહિતી અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(7:37 pm IST)