Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ભારતના જરૂરિયાતમંદ ૧.૭ મિલીઅન બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર પુરો પાડતું ''અક્ષયપાત્ર'': અમેરિકાના ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે યોજાયેલા ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ઉપસ્થિત ૪૦૦ ઉપરાંત મહાનુભાવોએ પાંચ મિલીયન ડોલર ભેગા કરી દીધાઃ આગામી ૨૦૨૦ની સાલ સુધીમાં દૈનંદિન ૫ મિલીયન બાળકોને ભોજન પુરૂ પાડવાની નેમ વ્યકત કરતા ceo સુશ્રી વંદના તિલક

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ભારતના ૧૨ સ્ટેટની ૧૪૧૨૫ ગવર્મેન્ટ સ્કૂલના ૧.૭ મિલીયન જરૂરીયાતમંદ બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર પૂરો પાડતા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ઉપક્રમે તાજેતરમાં અમેરિકાના ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે ૬ ઓકટો. ૨૦૧૮ના રોજ વાર્ષિક ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો જેમાં ૪૦૦ ઉપરાંત બિઝનેસ, નોનપ્રોફિટ, ગવર્મેન્ટ તથા દાતાઓએ પ્રતિનિધિત્વ કરી અડધા મિલીયન ડોલર જેટલું ફંડ ભેગુ કરી દીધું હતું.

આ તકે ચિફ ગેસ્ટ તરીકે હાજર રહેલા ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીએ પ્રોગ્રામ ખુલ્લો મુકયો હતો. અક્ષયપાત્ર ceo સુશ્રી વંદના તિલકએ ફાઉન્ડેશન સંચાલિત પ્રવૃતિઓના અહેવાલ સાથે ભાવિ લક્ષ્યાંક વિષયક માહિતી આપી હતી. આ પ્રસંગે સ્પેશીઅલ ગેસ્ટ તરીકે TAPF USA બોર્ડના ચેરમેન શ્રી ગુરૂરાજ 'દેશ'દેશપાંડે તથા તેમના પત્ની શ્રીમતિ જયશ્રીબેને હાજરી આપી હતી.

પ્રોગ્રામના સ્પેશીઅલ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત ચેફ શ્રી સંજીવ કપૂરએ ઉપસ્થિતોને ઉદાર દિલે ડોનેશન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જે માટે તેઓ પોતાના શરીર ઉપરના શણગારનું ઓકશન કરી મદદરૂપ થયા હતા.

ગાલા પ્રોગ્રામને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા માટે ન્યુજર્સી ચેપ્ટરના વોલન્ટીઅર્સ તેમજ કો.ચેર ડો.આનંદ કુલકર્ણી, શ્રી કિરણ કોઠારી, શ્રી હરેશ પટેલ, તથા ડો. રચના કુલકર્ણીએ જહેમત ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતના જરૂરિયાતમંદ બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકે તે માટે તેઓને સરકારી શાળાઓમાં દરરોજ પૌષ્ટિક આહાર પૂરો પાડવાનુ કામ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. બે હજારની સાલમાં રોજના પંદરસો સ્ટુડન્ટસને દરરોજ ભોજન પુરૂ પાડવાની કરાયેલી શરૂઆત અત્યારે ૧.૭ મિલીયન સ્ટુડન્ટસ સુધી પહોંચી ગઇ છે. જે આગામી ૨૦૨૦ની સાલ સુધીમાં દરરોજ ૫ મિલીયન બાળકોને ભોજન પૂરૂ પાડવાનો લક્ષ્યાંક છે. આ ભોજન ૩૮ જેટલા ISO સ્ટાન્ડર્ડ કિચન દ્વારા પુરૂ પાડવામાં આવે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન વિષયક વિશેષ માહિતી માટે Akshaypatra-USA https://wwwfoodforeducation.org દ્વારા સંપર્ક સાધવા શ્રી કિરણ પેરી કોઠારીની યાદીમાં જણાવાયું છે. 

(9:50 pm IST)