Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન કુદરતી આફતોથી ખુવાર થયેલા વિશ્વના ૧૦ દેશોમાં ભારત ૪થા ક્રમેઃ પૂર હોનારત, વાવાઝોડુ, દુષ્કાળ તથા ધરતીકંપ જેવી આપત્તિઓથી દેશને અધધ... ૮૦ બિલીયન ડોલર (અંદાજે પ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયા)નું નુકશાનઃ યુનાઇટેડ નેશન્સનો અહેવાલ

નવી દિલ્હીઃ છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન ભારતમાં પૂર હોનારત, વાવાઝોડુ, દુષ્કાળ તેમજ ધરતીકંપ સહિતની કુદરતી આફતોના કારણે દેશને ૮૦ બિલીયન ડોલર (અંદાજે પ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયા)નું નુકશાન થયું છે. પરિણામે કુદરતી આફતોથી ખુવાર થતા વિશ્વના દેશોમાં ભારત ચોથા ક્રમે આવી ગયું છે. તેવો યુનાઇટેડ નેશન્સનો અહેવાલ છે.

આ અહેવાલમાં જણાવાયા મુજબ માથાદીઠ ઓછી આવક ધરાવતા દેશોને કુદરતી આફતોથી થતું નુકશાન વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે વિકસીત દેશોને તેમની સરખામણીમાં ઓછી નુકશાની થાય છે. કારણ કે તેમની આવકનો દર ઊંચો છે.

છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન આવી સૌથી વધુ આર્થિક ખુવારીનો ભોગ બનેલા વિશ્વના ૧૦ દેશોમાં પ્રથમ ક્રમે ૯૪પ બિલીયન ડોલરના નુકશાન સાથે ચીન પ્રથમ ક્રમે છે. જ્યારે આ ૧૦ દેશોમાં કુદરતી આફતોથી થયેલા મોતની સંખ્યા ૧.૩ મિલીયન લોકો જેટલી થાય છે. (UNNમાંથી સાભાર)

(9:47 pm IST)