Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

" અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુ.એસ.એ. " ના નવનિયુક્ત ચેરમેન તરીકે શ્રી શિવા શિવારામની નિમણુંક : વાઇસ ચેરમેન તરીકે શ્રી શ્રીવાત્સન રાજન નિમાયા : શ્રી ગુરુરાજ ' દેશ ' દેશપાંડે નિવૃત ચેરમેન તરીકે બોર્ડમાં માનભર્યા સ્થાન ઉપર

લોસ એંજલ્સ : " અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુ.એસ.એ. " ના નવનિયુક્ત ચેરમેન તરીકે શ્રી શિવા શિવારામની નિમણુંક થઇ છે.તેઓ છેલ્લા 6 વર્ષથી અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં સેવાઓ આપી રહ્યા છે.તથા વાઇસ પ્રેસિડન્ટ શ્રી રાજન છેલ્લા 5 વર્ષથી અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.
અક્ષયપાત્ર ફાઉન્ડેશન યુ.એસ.એ.ની શરૂઆત બોસ્ટનમાં 2006 ની સાલમાં શ્રી દેશ દેશપાંડેએ કરી હતી.આ ફાઉન્ડેશનનો  મુખ્ય ઉદેશ એ છે કે કોઈપણ બાળક ભૂખ્યું ન રહેવું જોઈએ અને શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે 2000 ની સાલમાં શરૂ કરાયેલ અક્ષયપાત્ર દ્વારા સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.8 મિલિયન બાળકોને મધ્યાન ભોજન પૂરું પાડવામાં આવે છે.જેનો લાભ 19257 સ્કૂલોને મળી રહ્યો છે.ભારતના 12 સ્ટેટ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના કાર્યરત છે.

 

(6:56 pm IST)