Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

યુ.કે.સ્‍થિત ભારતીય મૂળના કમલ બેન્‍સને ૧ર માસની જેલ સજાઃ ભાડે આપેલા મકાનમાં ફાયર સેફટી સુવિધા ન રાખવાથી ર બાળકોના આગમાં મૃત્‍યુ થવા માટે જવાબદાર

લંડનઃ યુ.કે. માં મકાન ભાડે આપનાર ભારતીય મૂળના કમલ બેન્‍સને ૧ર માસની જેલસજા થઇ છે. તેણે ભાડે આપેલા મકાનમાં ફાયર સેફટી સુવિધા ન મુકી હોવાથી શોર્ટ સર્કીટના  કારણે લાગેલી આગથી તેમાં રહેતા એક પરિવારના ર બાળકોનું મોત થયું હતુ.

આ અંગેનો  કેસ ચાલી જતા કોર્ટએ  ફાયર સેફટી એલાર્મ નહી મુકવાના આરોપસર ઉપરોકત સજા ફરમાવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:06 pm IST)
  • ગીર સોમનાથના વેરાવળનાં ભાલપરા પાસે એસ.ટી. બસ ઝાડ સાથે અથડાતા 7 મુસાફરો ઘવાયા :ઇજાગ્રસ્તો તમામને 108 દ્વારા હોસ્પિટલે ખસેડાયા access_time 8:32 pm IST

  • કોસ્ટલ હાઇવે પર માધવપુર ઘેડ પાટા વચ્ચે મધુવંતી નદીના બારામાં માછીમારી કરતો શખ્શ પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા મોત : પોરબંદરમાં કોસ્ટલ હાઇવે પર આવેલા માધવપુર ઘેડ પાટા વચ્ચે મધુવતી નદીના બારામાં માંગરોળ તાલુકાના જડીયાવાળા ગામનો શખ્શ પ્રવાહમાં મચ્છીની જાળ નાખીને ઉભેલ હતો ત્યારે પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા મોત : ફાયર બ્રિગેડની ટીમ અને મામલતદાર ઘટના સ્થળે દોડ્યા : મૃતદેહને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી છે access_time 10:33 pm IST

  • રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે પોલીસના નામે લૂંટ :રસ્તામાં યુવકને અટકાવીને પોલીસની ઓળખ આપીને 1 લાખ રોકડની લૂંટ કરીને ફરાર :પોલીસ તપાસ શરૂ access_time 1:45 pm IST