Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ચીને પોતાના કાયમી મિત્ર પાકિસ્તાનને પણ ચૂનો લગાડ્યો : પાકિસ્તાનમાં વિદ્યુત સપ્લાય કરતી ચીનની કંપનીએ ચુપચાપ ભાવ વધારી દીધા

ઇસ્લામાબાદ : ચીને પોતાના કાયમી મિત્ર પાકિસ્તાનને પણ ચૂનો લગાડી દીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જે મુજબ  પાકિસ્તાનમાં વિદ્યુત સપ્લાય કરતી ચીનની કંપનીએ ભાવ વધારી દીધા છે.આ બાબત પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન સુધી પહોંચતા તેમણે તપાસનો આદેશ આપ્યો હતો.જેમાં ઉપરોક્ત બાબત બહાર આવી હતી.
           ઉલ્લેખનીય છે કે ચીન અને પાકિસ્તાન કાયમી મિત્રો છે.જે અંતર્ગત ચીન અવારનવાર પાકિસ્તાનને આર્થિક સહાય આપે છે.તેમજ યુનોમાં પણ હમેશા તેનો પક્ષ લે છે.પરંતુ તેની પાછળ પોતાનો સ્વાર્થ સાધવાનો હેતુ છે.તેવું સિદ્ધ થયું છે.

(6:41 pm IST)