Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રોજગારીના નિર્માણ વિનાનો વિકાસ એકડા વગરના મીંડા જેવોઃ ભારતમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાની તાતી જરૂરઃ ડેવોસ મુકામે RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું મંતવ્ય

ડેવોસઃ રોજગારીના નિર્માણ વિનાનો વિકાસ એકડા વગરના મીંડા જેવો છે. ડેવોસ મુકામે સમાચાર સૂત્ર સાથે થયેલી ચર્ચા અંતર્ગત RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનએ ઉપરોકત મંતવ્ય વ્યકત કર્યુ હતું.

તેમણે ઉમેર્યુ હતું કે ભારતમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાની જરૂર છે. જયાં થોડી સંખ્યાની ભરતીમાં વિશાળ સંખ્યામાં અરજીઓ આવે છે. તેથી અર્થતંત્રના વિકાસ માટે રોજગારી ક્ષેત્રે ધ્યાન આપવાનું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

(7:57 pm IST)