Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

‘‘ક્રેઇગ સી. બ્રાઉન એવોર્ડ'' : યુ.એસ.માં એન્‍જીનીયરીંગ ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ સ્‍ટુડન્‍સને અપાતો એવોર્ડ : ટેકસાસ યુનિવર્સિટીમાં એરોસ્‍પેસ એન્‍જીનીયરીંગનો અભ્‍યાસ કરતી ઇન્‍ડિયન અમેરિકન યુવતિ કનિકા ગખરને એવોર્ડ : પ હજાર ડોલરની સ્‍કોલરશીપ આપી સન્‍માન કરાયું : હોવરક્રાફટ વિષે રીસર્ચ પેપર તૈયાર કરી એરક્રાફટની ડીઝાઇન નકકી કરવા બદલ કરાયેલી કદર

ટેકસાસ : યુ.એસ.ની ટેકસાસ એન્‍ડ A.M. યુનિવર્સિટીમાં એરોસ્‍પેસ એન્‍જીનીયરીંગનો અભ્‍યાસ કરતી ઇન્‍ડિયન અમેરિકન યુવતિ કનિકા ગખરને ‘‘ક્રેઇગ સી બ્રાઉન'' એવોર્ડ આપી બહુમાન કરાયું છે.

એન્‍જીનીયરીંગ સ્‍ટુડન્‍ટને ૧૯૪૭ની સાલથી અપાતા આ એવોર્ડ અંતર્ગત એન્‍જીનીયરીંગ ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ પાંચ હજાર ડોલરની સ્‍કોલરશીપ આપવમાં આવે છે.

કનિકા ગખરને હોવરક્રાફટ વિષયક રીસર્ચ પેપર તૈયાર કરવા બદલ તથા એરો ડીઝાઇન ટીમના મેમ્‍બર તરીકે એરક્રાફટ ડીઝાઇન તૈયાર કરવા બદલ આ એવોર્ડ તથા સ્‍કોલરશીપથી સન્‍માનિત કરવામાં આવેલ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:31 pm IST)