Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ઈંગ્લેન્ડમાં વસતા ગુજરાતી દંપતી વચ્ચેનો ખટરાગ પત્નીની હત્યામાં પરિણમ્યો : પતિ મિતેષ પટેલ ઉપર આરોપ અંગેના કોર્ટ કેસમાં સુનાવણી ચાલુ

લંડન : ઈંગ્લેન્ડમાં વસતા ગુજરાતી દંપતી વચ્ચે થયેલો ખટરાગ 34 વર્ષીય જેસિકાની  હત્યામાં પરિણમતા કોર્ટ કેસ ચાલી રહ્યો છે.જે મુજબ મિતેશ પટેલ સામે આરોપ છે કે, તેના ડેટિંગ એપ્લિકેશન ગ્રિન્ડર પર મળેલા એક પુરૂષ સાથે સંબંધો હતા, જેના પગલે તેણે પત્નીની હત્યા કરી દીધી છે. વર્ષે 14 મેના રોજ મિતેશ પટેલ (37)તેની પત્ની અને બિઝનેસ પાર્ટનર જેસિકા (34)ની મિડલ્સબ્રોમાં આવેલા તેના વિક્ટોરિયન હોમમાં હત્યા કરી દીધી હતી. જેસિકાની ડેડબોડી રાત્રે 8.20 વાગ્યા તેના ઘરમાંથી મળી આવી હતી. ક્લિવલેન્ડ પોલીસે હત્યાનો આરોપ મિતેશ પર લગાવ્યો હતો.

  જજ ગોસે જણાવ્યું કે, ગત 14 મેના રોજ જેસિકા પટેલની તેના ઘરમાં હત્યા થઇ હતી અને તેના પતિ મિતેશ પટેલ સામે હત્યાના આરોપ છે. બંને લિન્થ્રોપ એરિયામાં રોમન રોડ પર ફાર્મસી સ્ટોર ધરાવતા હતા. કથિત આરોપી મિતેશ પટેલે તેની પત્ની જેસિકા સાથે બેવફાઇ કરી હતી અને તેણે લગ્નજીવન દરમિયાન અન્ય પુરૂષ સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જો કે, મિતેશ પટેલે હત્યાના આરોપોનો ઇન્કાર કર્યો હતો.

  34 વર્ષીય જેસિકા સોમવારે ઇંગ્લેન્ડના મિડલ્સબોરો ટાઉનના લિન્થોર્પે સબર્બમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન પણ જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ 36 વર્ષીય મિતેશ પટેલની પત્ની જેસિકાની હત્યા મામલે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર થયાં બાદ મિતેશ પટેલ તેઓના ઘરે પરત ફર્યા હતા. પોલીસે તેના ઘર અને ઓફિસ બંને સ્થળે સર્ચિંગ કર્યુ છે. લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેસિકા ટાઉનમાં રોમન રોડ પર પોતાના પતિની સાથે કેમિસ્ટ શોપ ચલાવતી હતી. બંનેની મુલાકાત માનચેસ્ટરમાં અભ્યાસ દરમિયાન થઇ હતી.

(12:25 pm IST)